૧૦ વર્ષિય ફૈઝાન ખલીફાએ સતત ૪ દિવસ રોઝા રાખી ખુદાની બંદગી કરી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશભરમાં પવિત્ર રમજાન માસની ખુદાની બંદગી કરવા સાથે રોઝા રાખી ઉજવણી કરવામાં આવી રહી છે. રમજાનમાં બાળકોથી લઇ યુવાનો અને વૃદ્ધો તમામ અલ્લાહની બંદગી કરતાં હોય છે. ત્યારે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભગવા પ્રાથમિક શાળામાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં ૧૦ વર્ષિય ફૈઝાન ઇદ્રીશ ખલીફાએ સતત ચાર દિવસ રોઝા રાખી ખુદાની બંદગી કરી સર્વત્ર શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી વ્યાપે તે માટે દુઆ ગુજારી હતી. શાળાનાં આચાર્ય જયેશ વ્યાસ તથા ઉપશિક્ષક ગિરીશ પટેલે આ તકે ફૈઝાન સહિત તમામ મુસ્લિમ સમુદાયનાં વાલીજનોને આ પવિત્ર માસની હાર્દિક શુભકામના પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
