તાપી જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી 

0
Screenshot_20230406_180716_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં હનુમાન જન્મોત્સવ નિમિતે જિલ્લા ભરમાં મહા આરતી, ભજન તથા મહાપ્રસાદીનું આયોજન થયું હતું. હનુમાન જન્મોત્સવ ના પૂર્વ સંઘ્યે સોનગઢ ખાતે ભગવાન રામ અને હનુમાનજીની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. સોનગઢના ગુણસદા ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ રોકડીયા હનુમાન મંદિરે પગપાળા દર્શન અર્થે વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું.દર્શને જતા પહેલા નજીકના હનુમાન મંદિરોમાં રામધૂન, તથા હનુમાન ચાલીસાના પાઠ કરી નીકળ્યા હતા.પગપાળા દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે વ્યારા, સહીત સોનગઢ સુધીના રસ્તે રામ ભક્તો દ્વારા ચા, નાસ્તો, ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સમગ્ર જિલ્લામાં અનેક સ્થળે  હનુમાનજીના મંદિરોમાં સંતવાણી ડાયરા સાથે સવાર  સાંજ જાહેર ભંડારાનું આયોજન થયું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *