મોટી વેડછી પ્રાથમિક શાળાના ધો.૮ ના વિદ્યાર્થીઓને વિદાય અપાઈ
Contact News Publisher
(માહિતી બ્યુરો વ્યારા) તા.૦૧- વાલોડ તાલુકાના મોટી વેડછી ગામની પ્રાથમિક શાળાના ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તા.૩૧/૦૩/૨૦૨૩ના રોજ શ્રીમતિ જયનાબેન ચૌધરી, શાળા વ્યવસ્થાપન સમિતિ અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો.શાળા પરિવાર તરફથી તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી અર્જુનભાઈએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ઉચ્ચ કાર્કિર્દીના ઘડતરનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે શાળાની ધોરણ-૬ અને ૭ માં ભણતી બાલિકાઓએ વિદાય ગીત રજુ કરીને સૌને ભાવવિભોર બનાવ્યા હતા. ધોરણ-૮ના વિદાય લેતા વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગે શાળાને સ્મૃતિભેટ અર્પણ કરી ઋણ અદા કર્યું હતું. વિદાયની આ વેળાએ શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યો,શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
