જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-૬ના પ્રવેશ માટેની તારીખ લંબાવાઇ

Contact News Publisher
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૩૦ આથી તમામ પ્રવેશ ઈચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે ધોરણ-૬ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (વર્ષ 2023-24) માટે વહીવટીય કારણોસર ઓનલાઈન અરજી કરવાની તારીખ 08.02.2023 સુધી લંબાવવામાં આવેલ છે. ઉમેદવાર Www.navodaya.gov.in પર થી વિનામૂલ્યે અરજી કરી શકે છે.એમ જવાહર નવોદય વિદ્યાલય બોરખડી, જિ. તાપીના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦