વ્યારામાં ભાજપા યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલેપમેન્ટ મેરેથોન દોડ યોજાઇ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આઝાદી કા અમૃત મહોત્સવ અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જન્મ દિવસ નિમિત્તે સેવા પખવાડિયાનાં ભાગરૂપે તાપી જિલ્લા ભા.જ.પા. યુવા મોરચા દ્વારા “રન_ફોર_ડેવલેપમેન્ટ_મેરેથોન_દોડ”નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૬:૩૦ કલાકે વ્યારાનાં મિશનનાકા હાઈવે થી નીકળી ઉનાઈ રોડ થઈ ચીખલી નાકા પાસે પૂર્ણ થઈ હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટીશર્ટ અને આશ્વાસન ઈનામ પેટે મેડલ અને વિજેતા સ્પર્ધકને આકર્ષક ઈનામ આપવામાં આવ્યા હતાં. આ દોડમાં સંગઠનના હોદેદારો, મોરચાના હોદેદારો, પાર્ટીના સૌ સક્રિય કાર્યકર્તાઓ અને નગર / તાલુકા / જિલ્લાના દોડવીરોએ ત્સાહથી ભાગ લીધો. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
