ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં શીત લહેર વ્યાપી જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે એકાએક વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે સાપુતારા ના વિસ્તારોમાં મેઘ મહેર થતા આહલાદક વાતાવરણ ઊભું થયું છે. જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. ધોધમાર વરસી રહેલાં વરસાદ ને લઈને વાહનચાલકોને ને ભારે મુશ્કેલીઓ પડી હતી વાહન ચાલકોને ધોધમાર વરસાદમાં દિવસે પણ હેડલાઈટ ચાલુ કરી ફરવું પડયું હતું વરસતા વરસાદમાં સહેલગાહે આવેલા સહેલાણીઓએ વાતાવરણનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.