સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે હર્બલ પેય (ઉકાળો)નું વિતરણ કરાયું
(ભાવેશ મુલાણી દ્વારા, ભરૂચ) : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે આંબેડકર હોલ ખાતે દશનામ ગોસ્વામી સમાજ સ્નેહમિલનના સમારોહમાં, જનતા બજાર, ધોડીકુઇ તથા દાંડીયા બજાર ખાતે હર્બલ પેય (ઉકાળો)નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંસ્થાના જગદીશભાઇ માછી, કૌશિકાબેન બારીયા, લક્ષ્મીબેન બગડા, પ્રકાશચંદ્ર પટેલ તથા હેમાબેન પટેલ હાજર રહ્યા હતા.
ભરૂચ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં તેની રોકથામ માટે સરકારી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુના તાવથી બચવા આંબેડકર હોલ ખાતે દશનામ ગોસ્વામી સમાજના સ્નેહમિલન સમારોહમાં, જનતા બજાર, ધોડીકુઇ તથા દાંડીયા બજાર ખાતે નિઃશુલ્ક હર્બલ પેય (ઉકાળો) નું વિતરણ કરવામાં આવ્યું. આ હર્બલ પેય ડેન્ગ્યુના તાવનો શિકાર બનેલા લોકો ઉપરાંત સ્વસ્થ અને તંદુરસ્ત લોકો પણ લઈ શકે છે તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમ સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ પટેલે જણાવ્યું હતું. સમાજના લોકોમાં ડેન્ગ્યુ વિશે જાગૃતિ આવે તે માટે અને ડેન્ગ્યુનો રોગ ન થાય તે માટે કયા સાવચેતીના પગલાં ભરવા તે અંગેની માહિતી ધરાવતી પત્રિકાઓ સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યશ્રીઓ દ્વારા જાહેર જનતા ને વહેંચવામાં આવી હતી.