રાજ્યનાં પપ હજાર વીજ કર્મચારીઓને ૧-૧-ર૦૧૬થી એરિયર્સની રકમ મળશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર): આજ રોજ ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ (એજીવીકેએસ અને જીબિયા)દ્વારા કરવામાં આવેલ માંગણીઓ અન્વયે માનનનીય ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ સાથે એજીવીકે એસ ના પ્રમુખશ્રી ભરતભાઇ પંડ્યા સાહેબ અને જીબિયા ના પ્રમુખશ્રી ગોરધનભાઇ ઝડફિયા સાહેબ ની ઉપસ્થિત રહેલ જેમાં
1) એલાઉન્સ ની એરિયર્સ ની રકમ 01.01.2016 થી બોર્ડ માં મંજુર કરી આપી સરકારશ્રી ની મંજૂરી માટે મોકલી વહેલાસર ચૂકવી આપવા સહમત થયેલ છે
2) 10 અને 100 ના રાઉન્ડ માં 100 માં સુધારો કરવા સહમત થયેલ છે તેમાં તમામ યુનિયન અને એસોસિએશન લેબર કમિશનર માં ફરી સહમતી આપ્યે સુધારો કરી લાભ આપવામાં આવશે
3) વિદ્યુત સહાયકો ને નોકરી ની તારીખ થી હાયરગ્રેડ આપવા સહમત થયેલ છે
4)ટી એ બિલો અને એડવાસ અને પેટ્રોલ એલાઉન્સ માં જરૂરી સુધારો અમલી કરવામાં આવશે
5)ટેક્નિકલ સ્ટાફ ને ફરજ માં રહેલ જોખમ ને ધ્યાને રાખી અને તમામ મુદ્દાઓ ધ્યાને લઇ દરખાસ્ત મોકલવા સહમતી થયેલ છે
6)હક્ક રજાઓ નું રોકડ માં રૂપાંતર કરવા બાબતે ફરી થી વ્યાજબી કારણો સહિત દરખાસ્ત કરવામાં આવશે
7)મેડિકલ સ્કીમ માં હાલ ની આવક મર્યાદા માં વધારો કરવામાં આવશે
8)જી એસ ઓ 4 મુજબ ડિસ્કોમ ને પૂરતો સ્ટાફ મંજુર કરવા ની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરી સ્ટાફ આપવાની ઉર્જામંત્રી શ્રી એ સૂચના આપેલ છે તેમજ ડીવીઝન અને સર્કલ ના સ્ટાફ સેટ અપ ના ધોરણો નક્કી કરી સ્ટાફ મંજુર કરવામાં આવશે
તેમજ જેટકો કંપની ના સ્ટાફ ધોરણો ની દરખાસ્ત હાલ નાણાં વિભાગ માં પડેલ તેને મજૂર કરાવવા કાર્યવાહી કરી ભરતી કરવામાં આવશે
આમ ઉપરોક્ત તમામ પ્રશ્નો ની હકારાત્મક મંત્રણાઓ કરવામાં આવેલ છે જે સર્વે ની જાણકારી માટે
આ તકે માનનીય ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ અને ભરતભાઇ પંડ્યા સાહેબ ગોરધનભાઇ ઝડફિયા સાહેબ અને મેનેજમેન્ટ તરફ થી પંકજ જોશી સાહેબ જીયુવીએન એલ એમ ડી શ્રીમતી શાહમીના હુસેન મેડમ જનરલ મેનેજરશ્રી તથા એચ.આર વિભાગ ના અધિકારીશ્રીઓ તેમજ એજીવીકે એસ અને જીબિયા ના હોદેદારો અને સભ્યશ્રીઓ નો ખુબ આભાર માને છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *