માંગરોળનાં બે ચૂંટણી અધિકારીઓની કચેરીનાં પ્રવેશદ્વાર પર આજે ઉમેદવારીપત્રો ખેંચવાનાં હોય, ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં મતદાન થનાર છે. ત્યારે આ અંગેની ચૂંટણી અંગેની પ્રક્રિયા પૂર્ણતાનાં આડે પોહચી છે. આજે તારીખ 16 નાં ઉમેદવારીપત્રો ખેંચવાનો છેલ્લો દિવસ હોય, આજે માંગરોળ તાલુકા ખાતે બે કચેરીઓમાં ઉમેદવારીપત્રો ભરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેનાં પગલે આ બંને ઇમારતોના પ્રવેશદ્વાર ઉપર સવારથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.