માંગરોળ તાલુકાનાં હથોડા ગામે ફારવણી કરતાં વધારે જગ્યામાં દૂધ મડળીનું બાંધકામ કરાતું હોવાની રહીશો તરફથી ગ્રામ પંચાયતની કરાયેલી લેખિતમાં ફરિયાદ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં હથોડા ગામે ફાળવણી કરતાં વધારે જગ્યામાં દૂધ મડળીનાં મકાનનું બાંધકામ કરાતું હોવાની રહીશો તરફથી ગ્રામ પંચાયતને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. હથોડા ગામે વર્ષો આગાઉ ફડચામાં ગયેલી દૂધ મંડળીની બાજુમાં વહીવટીતંત્ર તરફથી વર્તમાન મહિલા દૂધ મંડળીને નવું મકાન ઉભું કરવા જગ્યાની ફારવણી કરાતાં નવા મકાનનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ગામનાં નિશાળ ફળિયા માં રહેતાં કેટલાંક રહીશોએ ગ્રામ પંચાયતમાં લેખિતમાં ફરિયાદ આપી છે કે વહીવટીતંત્ર એ જે જગ્યા ફાળવી છે.એનાં કરતાં ઉપરવટ જઇ આંઠ થી દશ ફૂટ જેટલું દબાણ કરી બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ બાજુમાંથી પંદર ફૂટનો જે રસ્તો છે.એનાં ઉપર પણ દબાણ કરવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારનાં રહીશો માટે ભારે મુશ્કેલી ઉભી થવા પામી છે. જ્યારે આ પ્રશ્ને તલાટી અશોકભાઈ વણકર જણાવે છે કે સુરતનાં કલેકટરશ્રી અને માંગરોળનાં મામ લતદારનાં હુકમ મુજબ પંચાયતે દૂધ મંડળીને બાંધ કામની મજૂરી આપી છે. માંગરોળનાં મામલત દાર, કોસંબાનાં સર્કલ ઇસ્પેક્ટર અને સરપંચે ઘટનાં સ્થળની મુલાકાત લીધા બાદ બસો ચોરસ મીટર ચતુરદિશા બતાવી, આ કાગળ પંચાયતને આપતાં ત્યારબાદ બાંધકામની મજૂરી આપવામાં આવી છે.

 

About The Author