માંગરોળ અને ઉમરપાડા પોલીસ મથકનાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી પોણા ત્રણ વર્ષે સુરત જિલ્લા SOG ટીમે ઉમરખાડીથી ઝડપી લીધો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ અને ઉમરપાડા પોલીસ મથકનાં દારૂના ગુના માં વોન્ટેડ આરોપી રાકેશ ઉર્ફે ગોરીયો અંબાલાલ વસાવા, પોણા ત્રણ વર્ષે સુરત જિલ્લા SOG ટીમનાં હાથે ઝડપાઇ જવા પામ્યો છે.SOG ટીમનાં કીરણસિંહ લક્ષમણસિંહ અને આસીફખાન ઝહીરખાન પઠાણ નાઓને બાતમી મળી કે માંગરોળ અને ઉમરપાડા પોલીસ મથક ખાતે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રાકેશ ઉર્ફે ગોરીયો અંબાલાલ વસાવા, ઉમરપાડા તાલુકાનાં ઉમરખાડી ત્રણ રસ્તા ઉપર ઉભેલો છે.જેને આધારે ઉમરખાડી ખાતે બાતમી વાળા સ્થળે વોચ રાખતાં ઉપરોક્ત આરોપી SOG ની ટીમનાં હાથે ઝડ પાઇ જવા પામ્યો છે.SOG ટીમે એની અટક કરી, કાય દેસરની કાર્યવાહી કરી, ઉમરપાડા પોલીસને સુપ્રત કર્યો છે.આ આરોપી ગુનો કર્યા બાદ પોણા ત્રણ વર્ષે ઝડ પાયો છે.
