ડાંગ જીલ્લા યુથ કોગ્રેસ કારોબારીની બેઠક પ્રદેશ યુથ કોગ્રેસ ના પ્રભારી હેમંત ઓગલેના અધ્યક્ષસ્થાને યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જીલ્લા ના વડા મથક આહવા ખાતે ડાંગ જીલ્લા યુવક કોગ્રેસની બેઠક ગુજરાત કોગ્રેસ ના પ્રભારી હેમંત ઓગલે તથા સહ પ્રભારી મોહમ્મદ સાહિદ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ. જેમાં યુથ પ્રભારીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં યુવક કોગ્રેસના કાર્યકરો વધુમાં વધુ સક્રિય થાય અને પ્રજાજનોને કોગ્રેસ ની વિચારધારા અને કોગ્રેસ પક્ષનુ આજના યુગ માં શુ યોગદાન છે એની સમજ આપવામાં આવી હતી. સાથે જ આવનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં યુવાનો ને ટીકીટ મળે એની ખાતરી આપવા માં આવી હતી તેમજ આવનારા દિવસોમાં યુવક કોંગ્રેસ નુ માળખુ વધારી વધુ ને વધુ યુવાનો ને જોડાવાની વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ડાંગ યુથ કોગ્રેસ ના પ્રમુખ વિનોદ ભોયે એ જણાવ્યુ હતુ કે હાલ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પડધમ વાગી રહયા છે એટલે તમામ યુથ કોગ્રેસના કાર્યકરોએ જન સંપર્ક અભિયાનની શરૂઆત કરી દેવી પડશે તો જ ચુંટણી માં જીત મેળવી શકાશે જેની માટે તમામ કાર્યકરો એ જુના મતભેદ ભુલી ચુંટણી કાર્યમાં જોડાઇ જવુ પડશે તોજ આ ચુંટણી માં જીત મેળવા માટે સફળતા મળશે. આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ પ્રભારી યજ્ઞેશ ગામિત પ્રદેશ મંત્રી તબરેજ અહેમદ nsui ના પ્રમુખ પરેશ ચૌધરી, હર્ષ ગાંધી, સંતોષ ભુસારા, મોસીન મુસાની, મણીલાલ કામડી, ગિરીશ પવાર, અતીફ હમજાણી સહિત મોટી સંખ્યામા યુવા કાર્યકરો હાજર રહયા હતા. આ કાર્યક્રમનુ સંચાલન વઘઇ યુવા કોંગ્રેસના પ્રમુખ તુષાર કામડી ધ્વારા કરવામાં આવ્યુ હતુ.