તાપી : સોનગઢના પીપળા ફળિયામાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી

Contact News Publisher

કોઈ મારુ માન નથી રાખતું, પત્ની પણ સાથ નથી આપતી એવું સુસાઇડ નોટમાં  લખ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  સોનગઢ નગરના પીપળા ફળિયા ખાતે રહેતા પતિ, પત્ની આજરોજ સવારે પોતાના ધરમાં પતિ લટકેલી હાલતમાં અને પત્ની ગળામાં સાડી વીટળાયેલી હાલતમાં લોકોએ ધરવાજો તોડી બહાર કાઢતા ફળિયામાં સંન્નાટો જોવા મળેલ છે. સ્થળ પર થી મળતી માહિતી મુજબ પતિએ પારિવારિક મન દુઃખના કારણે પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી
છે.

સોનગઢ સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ નગરના પીપળા ફળિયામાં રહેતા વૃદ્ધ દંપતી જેમાં પતિનું નામ- અર્જુન ભાઈ આનંદાભાઈ હીરે, ઉ.65 અને પત્ની સુશીલાબેન અર્જુનભાઈ હીરે, ઉ.60 તેઓ બન્ને પતિ, પત્ની ધરમાં સાથે રહેતા હતા. જેમાં અર્જુનભાઈ હીરે પોતાના ધરે નાનુ મોટું વેલ્ડિંગનું કામ કરી બંન્ને પતિ,પત્ની સાથે રહી પોતાનુ ગુજરાન ચલાવતા હતા. જેમાં ગતરોજ પીપળા ફળિયામાં લગ્ન હતા. જેથી ફળિયાના લોકો મોડે સુધી જાગતા હતા. જેમાં બન્ને પતિ, પત્ની પણ જાગતા હતા. તે દરમિયાન બન્ને મોડેથી ઊધી ગયેલ હતા. અને ઘર ના સાઈડના દરવાજા બંધ કરી રાત્રે ધરમાં સુઈ ગયેલ હતા.

જેમા આજરોજ ફળિયાના લોકો પાણીનો નળ વહેલા આવતા ઊઠી ગયા હતા. જેથી અર્જુનભાઈ હીરેના ધરના આજુ બાજુના ધરના બધા લોકો ઊઠી ગયા હતા. જેમાં બાજુમાં રહેતા એક બહેન એ દરવાજો બંધ રહેતા અને સવારે 9=00 વાગ્યા હોવા છતા દરવાજો ન ખુલતા એક બહેનએ આજુ બાજુના રહેતા લોકોને જાણ કરી હતી. ફળિયાના લોકો ભેગા થઈ ગયા હતા. અને દરવાજો ખખડાવ્યો હતો. જેમા ધરમાંથી કોઈજવાબ ન મળતા સ્થાનિક લોકોએ પાછળ સાઈડના ધરમાં પ્લાઈવૃડ લગાવેલ હતું. તે ઊખેડી નાખી ધરની અંદર જોતા અર્જુનભાઈ આનંદાભાઈ હીરે ધરમાં લટકેલી હાલતમાં જોવા મળેલ હતો. અને તેની પત્ની સુશીલબેન અર્જુનભાઈ હીરેના ગળામાં સાડી વીટાળેલી હાલતમા નીચે પડેલ જોવા મળેલ હતી. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક સોનગઢ પોલીસ ને જાણ કરી પોલીસે લાશ ને ઉતારી પી.એમ. માટે મોકલાવી હતી. જેમાં પોલીસ ને સ્થળ પર મળેલી સુસાઇડ નોટમાં મારનાર અર્જુન ભાઈ એ લખ્યું છે કે, મેં ઘરના લોકો ને ખુબ આનંદથી રાખ્યા પણ હવે કોઈ મારુ માન રાખતું નથી અને પત્ની પણ મને સમજતી નથી તેથી આવું પગલું ભરું છું. એમ લખાણ થી જણાઈ આવ્યું હતું. સોનગઢ પોલીસ ઇન્સ્પેકટર એચ.સી. ગોહિલ આગળ ની તાપસ કરી રહ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other