માંગરોળ તાલુકાનાં પાતલદેવી ગામેથી નાસ્તાની દુકાનમાંથી ગાંજાનાં જથ્થા સાથે એકની અટક : અન્ય એક વોન્ટેડ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં પાતલદેવી ગામેથી નાસ્તાની દુકાનમાંથી ગાજાનાં જથ્થા સાથે સુરત SOG ટીમે એકની અટક અટક કરી છે. જ્યારે અન્ય એક વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરત જિલ્લા SOG ટીમનાં ઇન્ચાર્જ PI બી.કે. ખાચર, સુરતનાં રેન્જ IG ડોકટર એસ.પી. રાજકુમારની સૂચના અને સુરતનાં DSP ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ SOG ના PI શ્રી ખાચર, પ્રવિણભાઇ અર્જુનભાઇ, ભૂપેન્દ્રભાઈ અબિકા પ્રસાદ, ભુપતસિંહ અંદરસિંહ, કિરણસિંહ લક્ષમણસિંહ, જગદીશ કામરાજ, રોહિત બાબુ ભાઇ, આશિફખાન ઝહીરખાન પઠાણ, રાજેશભાઇ બળદેવ, વિરમભાઈ બાબુભાઇ, રણછોડભાઈ કાબાભાઈ વગેરેઓની ટીમે આ દિશામાં ચોક્કસ બાતમી મેળવી માંગરોળ તાલુકાનાં પાતલદેવી ગામે નાસ્તાની દુકાનમાંથી રામુભાઈ મોગીયાભાઈ વસાવા, ઉંમર ૪૨ વર્ષ, હાલ રહેવાસી પાતલદેવી, તાલુકા માંગરોળ, મૂળ રહેવાસી માડર ગામ, તાલુકા માંગરોળની તલાસી લેતાં ૨.૬૯૨ કીલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત ૧૬,૧૬૨ રૂપિયા તથા ૫૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ મળી કુલ ૨૬,૬૫૨ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી, આ શખ્સની અટક કરી છે. આ ગાંજા ક્યાંથી લાવ્યો એ અંગે પૂછતાં આરોપીએ જણાવ્યું કે દાદા નામનો શખ્સ, રહેવાસી મોવી, તાલુકા સાગબારા પાસેથી મગાવતો હતો. જેથી આ આરોપીને વોન્ટેડ જાહેર કરી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.