માંગરોળ : આસરમા થી વાસોલી જતાં માર્ગ ઉપર અજાણ્યા મોટરસાયકલ બે સવારોને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં આસરમા થી વાસોલી જતાં માર્ગ ઉપર આજે તારીખ ૫ મી ડિસેમ્બરનાં રાત્રીનાં સાદા આંઠ વાગ્યાની આસપાસ મોટરસાયકલ નંબર જીજે.૧૬.એ.જી. ૫૦૩ ઉપર સવાર બે શખ્સોને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર બન્ને શખ્સો ને ઇજાઓ થવા પામી છે. આ અંગેની જાણ નજીકનાં ગ્રામજનોને થતાં, ગ્રામજનો ઘટનાં સ્થળે દોડી ગયા હતા અને ત્વરીત ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ ઘટનાં સ્થળે આવી પોહચી હતી અને ગાયલ બન્ને શખ્સોને વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાં સ્થળેથી મળેલી માહિતી મુજબ મોટરસાયકલ ઉપર સવાર બે માંથી એક શખ્સને માથામાં ગંભીર ઇજાઓ થઈ છે. આ શખ્સો ક્યાંના છે. અને રાત્રીનાં સમયે ક્યાં જતાં હતા એ માહિતી હવે પોલીસ તપાસમાં બહાર આવશે. જો કે ટક્કર મારનાર અજાણ્યું વાહન ભાગી છૂટવામાં સફળ રહ્યું છે.
