ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત વઘઇ નગરમાં ડોર ટુ ડોર લોક જન સંપર્ક પ્રચારમાં કોગ્રેસના ઉમેદવારને ભારે લોક જન સમર્થન
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વ્યારા) : આહવા વઘઇ અને સુબીરમાં કોગ્રેસના ડોર ટુ ડોર જન સંપર્ક કાર્યક્રમમાં સુર્યકાંતભાઇ ગાવિતને ભારે જન સમર્થન મળતા ડાંગ પ્રભારી અજય ગામીતે જીતનો દાવો કર્યો.
ડાંગ ૧૭૩ વિધાનસભાની પેટા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઇ ડાંગ જીલ્લામાં ચુંટણી પ્રચાર પ્રસારે જોર પકડ્યું છે ત્યારે ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર વઘઇ નગરમાં કોગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા માટે કોગ્રેસી કાર્યકરો કરો એ ડોર ટુ ડોર પ્રચાર કરી લોક સંપર્ક કર્યો હતો. જેમાં કોગ્રેસના ઉમેદવાર સુર્યકાંતભાઇ ગાવિત ને ભારે જન સંપર્ક મળતા કોગ્રેસ પક્ષે જીતનો દાવો કર્યો હતો જ્યારે આ ચુંટણીમાં પ્રચારમાં લોકોનો સારો આવકાર મળતા કોગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વઘઇ ખાતે યોજાયેલ આ ડોર ટુ ડોર જન સંપર્ક ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ગુજરાત સહ પ્રભારી વિશ્વરંજન મોહંતી વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ સિધાર્થ ચૌધરી ધારાસભ્ય આનંદ ચૌધરી અનંત પટેલ માજી સાંસદ કિશન પટેલ જીપીસીસી સેક્રેટરી ફિરોજ મલેક સુરત યુથ કોગ્રેસ ના સાહીદ ચાંદીવાલા નવસારી કોગ્રેસ પ્રમુખ નિરવ નાયક જયેશ દેસાઇ બારતાડ સરપંચ ધીરજ દળવી વઘઇ સરપંચ મોહન ભોયે કોગ્રેસ ના આગેવાન ગૌતમભાઇ પટેલ તનવીર ખાન દાદા માને હુસેન ટાણાવાળા મનોજ સુરતી તબરેઝ અહેમદ ગમન ભોયે રમેશ ભોયે આઇટી સેલ ના આતીફ હમજાણી હર્ષ ગાંધી ફરાજ ખાન તુષાર કામડી મોસીન મુસાણી પ્રદીપ સિંધવ દિપ્તેશ પટેલ કુણાલ ભોયે અજુન જાદવ મહિલા મંડળ ના લતાબેન ભોયે રોશની સૂર્યા ઇન્દિરા રોહીત સહિત યુવાનો, વડિલો આ લોક સંપર્ક પ્રચાર માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
