નાની નરોલી ગામે, આવેલા ફાર્મહાઉસ ઉપર સુરત અને અંકલેશ્વરથી જુગાર રમવા જુગારીયા આવ્યા : સુરતની આર. આર. સેલની ટીમે રેડ કરતાં નવ જુગારીયા જુગાર રમતા ઝડપાઇ ગયા : ૬,૭૮,૬૩૦ રૂપિયાનો મુદામાલ કબ્જે
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે આવેલા હુરેન ફાર્મ હાઉસ ખાતે છેક સુરત અને અંકલેશ્વર થી ગંજીપાનનો જુગાર રમવા આવેલા જુગારીયા ઉપર સુરતની આર. આર. સેલે રેડ કરતાં નવ જુગારીયા જુગાર રમતાં ઝડપાઇ જવા પામ્યા છે, ટીમે સ્થળ ઉપરથી ૬,૭૮,૬૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, માંગરોળ પોલીસ મથક ખાતે ટીમે ફરિયાદ દાખલ કરી છે, આ ફાર્મ હાઉસનો માલિક ઝુંબેર આદમ પટેલ, બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે એવી બાતમીના આધારે ટીમે રેડ કરી હતી,જે જુગારીયા ઝડપાયા છે એમાં ઝુંબેર પટેલ(સુરત),સઇદ યુનુસ મેમન (હાંસોટ),રફીક કલધર શેખ (શાહપોર-સુરત), ઈંદ્રિસ યુસુફ કડવા ( કઠોર ), રાહુલ રાજુ પાટીલ (લિબાયત-સુરત),ધર્મેન્દ્ર શાંતિભાઈ માગરોળિયા (સીમાડા ગામ-સુરત ),જલાલબાપુ હુસેન બાપુ સેયદ (અંકલેશ્વર),મોહમદ ટોફિક હબીબ શેખ(ઉધનયાર્ડ – સુરત ), શકીલ અફઝલ શેખ (ચોંટા નાકા-અંકલેશ્વર) નો સમાવેશ થાય છે, ટીમે સ્થળ ઉપરથી આંઠ નગ મોબાઈલ, જેની કિંમત પચાસ હજાર દાવપર લગાવેલા ૧,૨૮,૩૩૦ રૂપિયા અને એક કાર મળી કુલ ૬,૭૮,૭૩૦રૂપિયાનો મુદામાલ કબ્જે કરી, આ અંગેની ફરિયાદ માંગરોળ પોલીસ મથકે દાખલ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
