શાળાઓ જ્યારે શરૂ થવાની હશે ત્યારે થશે, પરંતુ માંગરોળ તાલુકામાં કાર્યરત તમામ સરકારી અને ગ્રાન્ટેડ ધોરણ ૧ થી ૮ સુધીની શાળાઓ માટે પુસ્તકો આવી ગયા
ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે, શેક્ષણિક કાર્ય ખોરવાઈ જવા પામ્યું છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે શેક્ષણિક કાર્ય ખોરવાઈ જવા પામ્યું છે, નિયમ મુજબ દર વર્ષે જૂન માસમાં નવું શેક્ષણિક શત્ર શરૂ થઈ જાય છે, જેને બદલે ચાલુ વર્ષે આજે જુલાઈ ની ૧૧ તારીખ થઈ છે, છતાં નવા શેક્ષણિક શત્ર નો હજુ પ્રારંભ થયો નથી, ત્યારે માંગરોળ તાલુકામાં કાર્યરત સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત તથા ખાનગી ગ્રાન્ટેડ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો તાલુકા તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે આવી પોહચતાં, આ શાળામાંથી તાલુકામાં કાર્યરત તમામ સરકારી અને ખાનગી ગ્રાન્ટેડ ધોરણ ૧ થી ૮ સુધીની શાળા ઓમાં મોકલવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જો કે શેક્ષણિક કાર્ય કયારે શરૂ થશે તે હાલમાં કહી શકાય એમ નથી, છતાં પાઠ્યપુસ્તકો માંગરોળ તાલુકાની દરેક શાળાઓમાં પોહચી ગયા છે.