અદ્યતન જળકૃષિ પદ્ધતિઓ અંગે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે “જળકૃષિની અદ્યતન પદ્ધતિઓ” વિષય પર ત્રણ દિવસીય તાલીમ (૨ નવેમ્બર થી ૪ નવેમ્બર, ૨૦૨૬) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ (BRS)ના કુલ ૧૫ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે.
આજે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં સેન્ટરના વૈજ્ઞાનિકો તથા હેડ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રના હેડ ડૉ. સ્મિત આર. લેન્ડે સાહેબે ઉપસ્થિત વિદ્યાર્થીઓને જળકૃષિ ક્ષેત્રની તકો, આધુનિક ટેકનોલોજી તથા મત્સ્ય ઉછેરની વિવિધ અદ્યતન પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આગામી ત્રણ દિવસ દરમિયાન ડૉ. ફોરમ વાળા, ડૉ. ભરત કંડોરિયા, ડૉ. રાજેશ વસાવા, ડૉ. કિરણ મોદી, શ્રી સાગર ઢીમર અને શ્રી કુલદીપ પીઠિયા દ્વારા વિવિધ વિષયો પર નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવશે.
આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જળકૃષિની આધુનિક ટેકનોલોજી, વ્યવહારુ જ્ઞાન અને રોજગાર તથા સ્વરોજગારની તકો અંગે માહિતગાર કરવાનો છે.
○○○
