તાપી જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો ઓનલાઈન અરજીઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

૦૭ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે ; આધાર ઓથેન્ટિકેશન બાદ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ
—-
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. તાપી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છતા ખેડૂતોને સમયમર્યાદામાં પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ તેમજ નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે. આધાર ઓથેન્ટિકેશન માટે આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર મળતા ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી ઓથેન્ટિકેશન કરી ૦૭ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ જે ઘટક માટે સહાય મેળવવાની હોય તે અંગેની જરૂરી વિગતો ભરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આથી, વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા તમામ ખેડૂત મિત્રોને આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી નોંધણી/અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે.
તાપી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ મારફતે સરકારની વિવિધ ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી યોજનાકીય સહાયનો લાભ મેળવે તેવી અપીલ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કરવામાં આવી છે.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
