અરજદારોના પ્રશ્નોને વાચા આપતા જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મંગળવારે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જમીન સંપાદનનું વળતર, જાતિના દાખલા, જમીન દફ્તરને લગતા પ્રશ્નો, રસ્તા, દબાણ અને પેન્શન સહિતના વિવિધ વિષયો અંગે ૨૧થી વધુ અરજદારોએ પોતાની રજૂઆતો કરી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો તથા રજૂઆતોને રૂબરૂ સાંભળી તમામ પ્રશ્નોના આયોજનબદ્ધ અને ત્વરિત નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
