તાપી જિલ્લાના બાગાયત ખેડૂતો માટે i-Khedut પોર્ટલ પર વિવિધ યોજનાઓમાં ઓનલાઇન અરજી કરવાનો અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. તાપી જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે i-Khedut (આઈ-ખેડૂત) પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પાત્રતા ધરાવતા ખેડૂતોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, તાપી દ્વારા જણાવાયું છે.
યોજનાવાર વિગત અને અરજી કરવાનો સમયગાળો:
આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ
લાભાર્થી વર્ગ: અનુસૂચિત જનજાતિ (ST)
અરજી કરવાનો સમયગાળો: તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬
કેળ (ટીસ્યુ) ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ
લાભાર્થી વર્ગ: અનુસૂચિત જનજાતિ (ST)
અરજી કરવાનો સમયગાળો: તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬
શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
લાભાર્થી વર્ગ: સામાન્ય (General), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)
અરજી કરવાનો સમયગાળો: તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬
કૃષિ યાંત્રિકીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ
લાભાર્થી વર્ગ: અનુસૂચિત જનજાતિ (ST)
અરજી કરવાનો સમયગાળો: તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૦૩/૦૯/૨૦૨૬
અરજી પ્રક્રિયા અને જરૂરી સૂચનાઓ
રસ ધરાવતા ખેડૂતોએ સરકારશ્રીના પોર્ટલ ikhedut.gujarat.gov.in પર જઈ સમયસર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવી જરૂરી આધાર-પુરાવા (જેવા કે ૭/૧૨, ૮-અ ના ઉતારા, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક પાસબુક નકલ વગેરે) સાથે મંજૂરી મળ્યા બાદ બિલો સાથે જિલ્લા બાગાયત કચેરી, તાપી ખાતે નિયત સમયમાં જમા કરાવવાની રહેશે.
વધુ માહિતી માટે નજીકના ગ્રામ પંચાયત કચેરી ખાતે વી.સી.ઈ. (VCE) અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, બીજો માળ, બ્લોક નો.૧૨, જિલ્લા સેવા સદન, પાનવાડી વ્યારા-તાપી ખાતે (૦૨૬૨૬-૨૨૧૪૨૩) સંપર્ક સાધવા જણાવાયું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
