તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ સોનગઢ અને ઉચ્છલ તાલુકાની મુલાકાત લીધી

0
તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ સોનગઢ અને ઉચ્છલ તાલુકાની મુલાકાત લીધી
Contact News Publisher

ગ્રામીણ વિકાસ, શૈક્ષણિક પ્રવૃતિઓનું નિરીક્ષણ કરીને સંબંધિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૯ :- તાપી જિલ્લાના કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકામો, આરોગ્ય, શિક્ષણ અને મહેસૂલી કામગીરીની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે બુધવારે સોનગઢ અને ઉચ્છલ તાલુકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

 

આ મુલાકાત દરમિયાન તેમણે વિવિધ ગ્રામપંચાયતોની સ્થાનિક કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ સોનગઢ તાલુકાના ખરસી ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય કેન્દ્રની પ્રવૃત્તિઓ અને ગ્રામજનોને મળતી સ્વાસ્થ્ય સુવિધાઓની ચકાસણી કરી સંબંધિત સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી.

 

ત્યારબાદ સોનગઢના બેડપાડા ખાતે પહોંચી તેમણે તલાટી સામાન્ય દફતરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને રેકોર્ડની જાળવણી સુચારૂ રીતે કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

બેડપાડા ખાતે આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બાળકોના શિક્ષણનું સ્તર અને શાળાની પ્રાથમિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

 

વધુમાં તેમણે ઉચ્છલ તાલુકાના થુટી ખાતે કલેક્ટરશ્રીએ ઉદ્વહન સિંચાઈ યોજનાની મુલાકાત લીધી હતી. તેમજ ઉચ્છલના આનંદપુર ખાતે તલાટી દફતરની તપાસણી કરી, સરકારી સેવાઓ લોકોને સુગમતાથી મળે તે માટે સંબંધિત અધિકારી-કર્મચારીઓને સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *