તાપીનું ગૌરવ દીકરી હેત્વી ચૌધરીએ તિરંદાજી ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ

0
તાપીનું ગૌરવ દીકરી હેત્વ ચૌધરીએ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. તાપીનું ગૌરવ દીકરી હેત્વી ચૌધરીએ તિરંદાજીમાં રાષ્ટ્રીય અને ઝોનલ સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી છે. SGFI નેશનલ સ્પર્ધાઓમાં વર્ષ ૨૦૧૮માં ગોલ્ડ અને સિલ્વર અને ૨૦૧૯માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો…જ્યારે ૨૦૨૦-૨૧માં ફરી એકવાર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

આ ઉપરાંત, ખેલો ઇન્ડિયા – ઈસ્ટ ઝોન તીરંદાજી ટૂર્નામેન્ટમાં ૨૦૨૨માં ગોલ્ડ અને ૨૦૨૩ માં અગ્રહરોળમાં સ્થાન મેળવ્યું હતું.

આ સાથે સબ જુનિયર નેશનલ, સિનિયર નેશનલ સહિતની તમામ ટૂર્નામેન્ટમાં પણ પોતાની પ્રતિભાનો હેત્વીએ પરિચય આપ્યો છે.

ખેલો ઈન્ડિયા સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરતા ૨૦૨૩ની નેશનલ રેન્કિંગ એર્ચરી ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ, ૪ ખેલો ઈન્ડિયા NTPC વિમેન્સ અને નેશનલ ટૂર્નામેન્ટમાં (૨૦૨૩-૨૪) ‘ટોપ-૬’માં સ્થાન, અને ફાઈનલ ખેલો ઈન્ડિયા NTPC નેશનલ રેન્કિંગ ટૂર્નામેન્ટ ૨૦૨૪માં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ મેળવતા માર્ચ ૨૦૨૪માં દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલ ‘કોરિયન એક્સપોઝર કેમ્પ’માં પણ ભાગ લીધો હતો.

નોંધનીય છે કે, DLSS જેવા સ્પોર્ટસ સંકુલો તેમજ સરકારની શક્તિદૂત જેવી યોજનાઓ થકી આવા હેત્વી જેવા પ્રતિભાશાળી ખેલાડીઓના પડખે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *