મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે સુરત જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ત્રણ ટીમો દ્વારા પાંચ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાયા

0
મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે સુરત જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ત્રણ ટીમો દ્વારા પાંચ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Contact News Publisher

બારડોલી, ઉમરા અને કતારગામ ટીમોએ મહિલા અને બાળ સુરક્ષા અંગે વિદ્યાર્થીઓને વિવિધ સરકારી સહાય સેવાઓ વિશે માહિતગાર કર્યા

 

(રહિમ  પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૬. આજરોજ નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે સુરત જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ત્રણ ટીમો દ્વારા કુલ પાંચ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

 

બારડોલી ટીમ દ્વારા શ્રી વલ્લભ કન્યા છાત્રાલય, વરાડ ગામ ખાતે વિદ્યાર્થીનીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અંગે માહિતી આપી પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કાઉન્સેલર તૃપ્તિબેન પટેલે માર્ગદર્શન આપ્યું.

 

ઉમરા ટીમ દ્વારા સુમન હાઈસ્કૂલ, પાંડેસરા ખાતે વિદ્યાર્થીઓને મહિલા અને બાળ સુરક્ષા, સોશિયલ મીડિયા સુરક્ષા, કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ, સરકારી મહિલા કલ્યાણ યોજનાઓ તેમજ 181 મહિલા હેલ્પલાઇન, 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન, 112 ઇમરજન્સી સેવા, OSC અને PBSC સેન્ટરની સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. કાર્યક્રમમાં કાઉન્સેલર નિશાબેન એ માર્ગદર્શન આપ્યું.

 

કતારગામ ટીમ દ્વારા અમરોલી વિસ્તારમાં સંત શ્રી સવૈયાનાથ પ્રાથમિક શાળા, ડૉ. રામમનોહર લોહિયા પ્રાથમિક શાળા તેમજ સિંગણપુર સ્થિત સુમન આવાસ ખાતે જાગૃતિ કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓને મહિલા અને બાળ સુરક્ષા, 181 મોબાઇલ એપ્લિકેશન તથા જરૂરી સહાય સેવાઓ અંગે માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં કાઉન્સેલર દક્ષાબેન ચૌધરીએ માર્ગદર્શન આપ્યું.

કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા, બાળ અધિકારો, સાયબર સુરક્ષા, બાળલગ્ન, બાળમજૂરી, બાળશોષણ તથા સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ જરૂરિયાત સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન અને 112 ઇમરજન્સી સેવાનો નિઃશંક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી.

 

મહિલા કર્મયોગી દિવસ મહિલાઓના શ્રમ, સમર્પણ અને સમાજ વિકાસમાં તેમના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવાનો અવસર છે. આ દિવસ મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને આત્મનિર્ભરતા અંગે સમાજમાં જનજાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ માધ્યમ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *