ડો. બાબાસાહેબ આંબેડકર ભવન વ્યારા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા રોજગાર મેળો યોજાયો

0
ડો. બાબાસાહેબ આંબેડકર ભવન વ્યારા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા રોજગાર મેળો યોજાયો
Contact News Publisher

મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકારના પરિણાલક્ષી પ્રયાસો – તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી* 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૪. :- નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી પ્રસંગે તાપી જિલ્લાના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, વ્યારા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ડી. ચૌધરીના અધ્યક્ષસ્થાને મહિલા રોજગાર મેળો યોજાયો હતો.

 

આ તકે શ્રીમતી ચૌધરીએ કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. આજે મહિલાઓ પગભર થાય તે માટે વિવિધ મંચ થકી તેમણે આત્મનિર્ભરતા તરફ લઈ જવા પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વધુમાં તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સરકારની તમામ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 

જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના એસ. પટેલે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા સ્વાવલંબન યોજના જેવી યોજનાઓ વિષે વિગતવાર માહિતી આપી હતી.

 

આ ઉપરાંત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશનરશ્રી સંદીપભાઈ પટેલે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે ઉપલબ્ધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. લીડ બેંક તાપીના કાઉન્સિલરશ્રી દ્વારા વીમા કવચ, બેંકિંગ સેવાઓ અને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ‘૧૮૧ મહિલા અભયમ’ ટીમ દ્વારા કટોકટીના સમયે સ્વ-રક્ષણ અને મદદ મેળવવા માટેનું ડેમોન્સ્ટ્રેશન કર્યુ હતુ.

 

કાર્યક્રમ દરમિયાન ‘મહિલા સ્વાવલંબન યોજના’ના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ તથા સફળ મહિલા ઉદ્યોગસાહસિકોનું વિશેષ સન્માન કરાયું હતું. યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનેલી લાભાર્થી બહેનોએ પોતાની સાફલ્યગાથા રજૂ કરી અન્ય ઉપસ્થિત બહેનોને સ્વરોજગાર મેળવવા માટે પ્રેરિત કર્યા હતા.

 

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષશ્રી રવિલાબેન ગામીત સહિત મહાનુભાવો-પદાધિકારીઓ, આમંત્રિતો, વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થી તેમજ મોટી સંખ્યાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *