ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ડોલવણના ધાંગધર એપ્રોચ રોડ/કોઝવેનું યુદ્ધધોરણે રીપેરિંગ કામગીરી પૂર્ણ

0
ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ડોલવણના ધાંગધર એપ્રોચ રોડ/કોઝવેનું યુદ્ધધોરણે રીપેરિંગ કામગીરી પૂર્ણ
Contact News Publisher

વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે માર્ગ પુનઃ કાર્યરત

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫ :- ​તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને નદી/નાળામાં આવેલ પૂરના પાણીના પ્રવાહને કારણે ડોલવણ તાલુકાના ધાંગધર ખાતે આવેલો એપ્રોચ રોડ/કોઝવે ક્ષતિગ્રસ્ત થયો હતો.

 

રોડનું ધોવાણ થવાથી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોની અવરજવર માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી તથા સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર ખોરવાયો હતો.

 

​ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર આરએનબી પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર જેસીબી મશીનરી તથા જરૂરી સામગ્રી અને ટીમ તૈનાત કરવામાં આવી હતી.

 

માત્ર થોડા જ કલાકોની સઘન અને યુદ્ધધોરણે હાથ ધરાયેલી કામગીરી બાદ, ધોવાઈ ગયેલા રોડનું પૂરાણ અને રીપેરિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

 

​માર્ગનું સમારકામ પૂર્ણ થતાં જ સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે રસ્તો ફરીથી સલામત રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપીને કરવામાં આવેલી આ ઝડપી કામગીરી બદલ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *