નાની વેડની આચાર્ય હેમચંદ્રસૂરી પ્રાથમિક શાળા ક્રમાંક187 માં EVM દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી

0
નાની વેડની આચાર્ય હેમચંદ્રસૂરી પ્રાથમિક શાળા ક્રમાંક187 માં EVM દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૭. સુરત શહેરની નાની વેડ સ્થિત આચાર્ય હેમચંદ્રસૂરી પ્રાથમિક શાળા ક્રમાંક187 માં લોકશાહી ઢબે EVM દ્વારા બાળ સંસદ 2026-27ની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સદર ચૂંટણીમાં ધોરણ 4 થી 8 નાં વિદ્યાર્થીઓને મતદાર તરીકે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવાની તક આપવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાળાનાં સામાજિક વિજ્ઞાનનાં શિક્ષક કેતનકુમાર બાલુભાઈ સુરતી, કાંતિભાઈ છગનભાઈ પટેલ સહિત શાળાનાં અન્ય શિક્ષકમિત્રોનાં સહયોગથી સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

મતદાન પૂર્ણ થયા બાદ EVM વોટિંગ મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવી હતી. કુલ 136 મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ચૂંટણીનાં પરિણામ મુજબ ધોરણ 8 નાં વિદ્યાર્થી યુવરાજ પરવતભાઈ રાઠવા બાળ સંસદનાં મંત્રી તરીકે ચૂંટાયા હતાં. જ્યારે ધોરણ 7 નાં વિદ્યાર્થી રિતેશ સુનિલભાઈ ચૌરસિયા ઉપમંત્રી તરીકે ચૂંટાયા હતાં.

ત્યારબાદ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર અન્ય તમામ ઉમેદવારોને તેમની યોગ્યતા મુજબ વિવિધ સમિતિઓમાં જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ તકે તેમને સ્વચ્છતા, શિસ્ત, આરોગ્ય, રમતગમત, પુસ્તકાલય, પર્યાવરણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી વિવિધ સમિતિઓની રચના કરીને તેમની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાએ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ, જવાબદારીની ભાવના અને સહભાગિતાનો વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સૌને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *