ઉચ્છલ તાલુકાના નારણપુર ખાતે જનકલ્યાણ શિબિર થકી નાગરિકોને લાભાન્વિત કરાયા

તાપીમાં ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઉજવણી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 16. – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉચ્છલ તાલુકાના વડપાડા નેસુ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના નારણપૂર પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેનો આશય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેમજ નાગરિકોને એક જ સ્થળે વિવિધ સેવાઓ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો હતો.
શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ-કર્મીઓએ પોતાના વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આરોગ્ય, શિક્ષણ, કૃષિ, મહિલા અને બાળ વિકાસ, સમાજ કલ્યાણ, આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, રોજગાર, આવાસ તેમજ અન્ય વિભાગોની નાગરિકોને યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાત્ર ધરાવતા લાભાર્થીઓની અરજીઓ સ્વીકારવાની તથા સ્થળ પર જ જરૂરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
