ડોલવણ તાલુકાના પાટી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ

0
ડોલવણ તાલુકાના પાટી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ
Contact News Publisher

ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાઈ

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 16. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.

 

શિબિર દરમિયાન નાગરિકોને સરકારની ઓનલાઈન સેવાઓ સરળતાથી મળી રહે તે માટે સુગમ ડિજિટલ પોર્ટલ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ વિવિધ ડિજિટલ સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ યોજનાઓના પાત્ર લાભાર્થીઓને જરૂરી સેવાઓ અને સહાય સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

 

જનકલ્યાણ શિબિરમાં,પીએમ આવાસ,પીએમ સૂર્ય ઘર યોજના, વ્હાલી દીકરી યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના,લખપતિ દીદી યોજના,આધાર કાર્ડ, રેશનકાર્ડ સેવા સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

 

આ જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ, લોકપ્રતિનિધિઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *