“૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” અવસરે તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ભવ્ય ઉજવણી

0
“૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” અવસરે તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ભવ્ય ઉજવણી
Contact News Publisher

​કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થતા તાપી જિલ્લાના વિવિધ ગામોમાં લોકભાગીદારી સાથે સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓ અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

===

​(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૪ :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે તાપી જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” થીમ અંતર્ગત ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરીને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

આ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામજનો, સરપંચશ્રીઓ અને સ્થાનિક આગેવાનો, ગ્રામજનો સ્વયંભૂ શ્રમદાન કરી રહ્યા છે અને અન્ય નાગરિકોને પણ સ્વચ્છતાનો પ્રેરક સંદેશો પૂરો પાડી રહ્યા છે.

 

​આ અભિયાન અંતર્ગત જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વાલોડ તાલુકાના રાનવેરી ગામે રસ્તાઓની આજુબાજુ તેમજ ભીમપોર ગામે ગ્રામ પંચાયત ઘર અને રસ્તાઓની આસપાસ ગ્રામજનો દ્વારા સઘન સાફસફાઈ કરવામાં આવી હતી.

 

આ જ રીતે વ્યારા તાલુકાના ખાનપુર ગામે પણ ગ્રામજનોએ એકઠા થઈને રસ્તાઓની આજુબાજુથી કચરો દૂર કરી શ્રમદાન કર્યું હતું. આ પ્રવૃત્તિઓમાં ગ્રામીણ જનતાએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાના ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ લેવાયો હતો.

 

​આ ઉપરાંત ધાર્મિક અને સરકારી સ્થળોની ગરિમા જળવાય તે માટે સોનગઢ તાલુકાના ઉખલદા પંચાયતના કાવલા ગામે સરપંચશ્રી અને ગ્રામજનોના સહયોગથી પવિત્ર ધાર્મિક સ્થળ એવા કંશરીમાતાજીના મંદિરની આસપાસ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.

 

જ્યારે કુકરમુંડા તાલુકાના મતાવલ ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત પંચાયત ઘરની આજુબાજુ સફાઈ કરીને પર્યાવરણની જાળવણીના હેતુથી ભવ્ય વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આમ, સમગ્ર તાપી જિલ્લામાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સુશાસનની ઉજવણી લોકકલ્યાણ, પર્યાવરણ જતન અને સ્વચ્છતાના સમન્વય સાથે ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી રહી છે.

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *