વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ ઉપર પ્રતિબંધ

0
AI generated
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૧ :- તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારે અને મોડી સાંજના ટયુશન કલાસીસને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

 

જાહેરનામા મુજબ, તાપી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ મથકોએ વહેલી સવારે ૭:૦૦ કલાક પહેલા તથા સાંજે ૭.૦૦ કલાક બાદ કોઇ પણ ટયુશન કલાસીસો ચાલુ રાખી શકાશે નહિં કે વિદ્યાર્થીઓને ટયુશન કલાસીસોમાં અભ્યાસ અર્થે બોલાવી શકાશે નહિં. ટયુશન કલાસીસોની આજુબાજુ ૨૦૦ મીટર સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહિં.

 

શાળા-કોલેજોના કંપાઉન્ડમાં ૨૦૦ મીટર સુધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઇ ત્રાહિત વ્યક્તિ એકત્રિત થઇ શકશે નહિં. ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર ટ્યુશન ક્લાસીસના સ્થળે કોઈ આકસ્મિક બનાવ બને તો તેવા સમયે વિદ્યાર્થીઓના જાન-માલને નુકશાન ન થાય તે માટે સેફ્ટીને લગતી જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ રાખવાના રહેશે.

 

આ જાહેરનામાની અમલવારી તા.૨૫.૦૭.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા  હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *