બોરભાઠા ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે સમર કેમ્પ યોજાયો

0
Borbhatha village summer camp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વિદ્યાર્થીઓ તથા કિશોરોમાં એકાગ્રતા, માનસિક શાંતિ તથા માનવીય ગુણોનો વિકાસ થાય એવાં શુભ હેતુસર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા 15 દિવસીય સમર કેમ્પનું આયોજન બોરભાઠા ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સમર કેમ્પનાં સમાપન પર્વ નિમિત્તે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ, વિમલ પાઠક, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર અંજુ કાલરા દ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રિસ્ટીક્ટ યોગ કો-ઓર્ડિનેટર કામિનાબા રાજ, યોગ કોચ કોમલબેન ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ આયોજીત સમર કેમ્પમાં યોગ ટ્રેનર બિનિતા મહેતા, ખુશ્બુ મહેતાએ વિદ્યાર્થીઓને યોગ અભ્યાસની વિવિધ પ્રવૃત્તિઓ તથા રમતો રમાડી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *