કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર રેતી સંગ્રહ સામે તંત્રની કાર્યવાહી

0
Illegal sand lory
Contact News Publisher

જુના પીપલાસ ગામે આશરે રૂ. ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ

 

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી નિઝર તથા મામલતદારશ્રી, કુકરમુંડા દ્વારા શુક્રવારે કુકરમુંડા તાલુકાના મોજે. જુના પીપલાસ ગામે આવેલ અલ્પેશ બાબુભાઈ પંચાલની રેતીની લીઝ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

તપાસ દરમિયાન સ્થળ પર હાજર વ્યક્તિઓ દ્વારા રેતી સંગ્રહ સંબંધિત જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય આધાર-પુરાવા રજૂ કરવા જણાવતાં હાજર લીઝના માણસો દ્વારા રજૂ કરેલ પુરાવાઓ અને સ્થળની વિગતો અલગ જણાઇ આવતા તંત્ર દ્વારા અંદાજિત ૩૦૦ ટન સાદી રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને લીઝના એરિયાની માપણી કરી લીઝનો કોડ તાત્કાલિક અસરથી બંધ કરવા ભૂસ્તર વિભાગને જાણ કરવામાં આવી છે. સીઝ કરાયેલ રેતીની અંદાજિત કિંમત રૂ. ૫ લાખ જેટલી થાય છે.

 

આ ઉપરાંત, તપાસ દરમિયાન વિસ્તારમાંથી પસાર થતી રેતી ભરેલી ટ્રક નં. GJ-26-T-7185 ને રોકી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ટ્રકના ડ્રાઈવર પાસે જરૂરી રોયલ્ટી પાસ કે અન્ય માન્ય દસ્તાવેજો ન મળતા તંત્ર દ્વારા ટ્રક સાથે અંદાજિત ૨૨ ટન સાદી રેતી સીઝ કરવામાં આવી હતી. ટ્રક અને રેતી સહિતની કુલ અંદાજિત કિંમત રૂપિયા ૨૨.૨૫ લાખ જેટલી થાય છે. તેમ, પ્રાંત અધિકારીશ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી નિઝર તથા મામલતદારશ્રી, કુકરમુંડા દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *