કલેક્ટરશ્રીએ ૨૦થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સૂચના આપી

0
District swagat fariyad karykram at tapi-vyara.
Contact News Publisher

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 27 : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બુધવારે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો.

 

સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ચૌધરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ૨૦થી વધુ અરજદારોની ફરિયાદો તેમજ રજૂઆતોને વ્યક્તિગત રીતે સાંભળી હતી અને તેનો ત્વરિત નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

 

આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા મુખ્યત્વે માર્ગ, દબાણ, પાણીના નિકાલ અને આવાસ યોજનાને લગતી વિવિધ વહીવટી અને સ્થાનિક સમસ્યાઓ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

 

પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવતાં કલેક્ટર દેવ ચૌધરીએ હાજર રહેલા સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ રજૂઆતોનો સકારાત્મક, ઝડપી અને રચનાત્મક ઉકેલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદારશ્રી, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *