નિઝરના શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તાલુકા યોગ શિબિર યોજાયો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લા નિઝરના શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ શિબિરનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે.
વિકસિત ભારત 2047 વિકસિત ગુજરાત તેમજ હીટ ઇન્ડિયા સ્વસ્થ ગુજરાત ના સંકલ્પ સાથે યોજાનાર આ કાર્યક્રમમાં તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહી રહ્યા. તાપી જિલ્લા યોગ કોર્ડીનેટર જ્યોતિબેન મહાલે દ્વારા શિબિર નું સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું. શિબિરમાં રોગ અનુસાર યોગ, ઘુટણ દર્દ, કમર દર્દ, ડાયાબિટીસ, મેદસ્વિતા વગેરે જેવા રોગો માટે આસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા તેમજ ધ્યાનનુ સેશન લેવામાં આવ્યું. શરીર અને મનની તંદુરસ્તી માટે યોગને જીવનમાં અપનાવી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ યોગ શિક્ષક બનવા માટેનું આહવાન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર સમિતિ ના અધ્યક્ષ જગદીશભાઈ પટેલ, શ્રીમતી દ્વારકાબા એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિશ્વેશભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના તાલુકા કાર્યવાહક લક્ષ્મણભાઈ પટેલ, નિઝર તાલુકા કોચ કેસરસિંગભાઈ પાડવી તેમજ ટ્રેનરો પણ હાજર રહ્યા હતા.
રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત ના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શીશપાલજીના મુખ્ય માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં યોગનું ઉત્કૃષ્ટ કાર્ય ચાલી રહ્યું છે. યોગ જનજન સુધી પહોંચે, છેવડાના માનવી સુધી પહોંચે એ હેતુથી ગુજરાત રાજ્ય બોર્ડ કાર્ય કરી રહ્યું છે. નિયમિત યોગ અપનાવો સ્વસ્થ જીવન બનાવો ના સંદેશ સાથે યોજાનાર આ યોગ શિબિર આરોગ્યપ્રદ સમાજ નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
