ઉચ્છલ તાલુકામાં વડપાડાનેસુ ખાતે નિવાસી શાળા અને સરકારી કુમાર-કન્યા છાત્રાલયોના રૂા.૮૮.૦૫ કરોડના કામોનું ખાતમુહુર્ત કરતા કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીત
આપણા બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા સરકાર કરે છે. વાલીઓએ પણ વિદ્યાર્થીઓની દરકાર લેવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજીના ૨૭ વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે ૩૭ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. – આદિજાતિ વિકાસ કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૪- તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકામાં વડપાડાનેસુ ખાતે આદિજાતિ વિભાગ હસ્તકના આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર-કન્યા છાત્રાલયોના રૂા.૮૮.૦૫ કરોડના ખાતમુહુર્ત આજરોજ આદિજાતિ વિકાસ કેબીનેટ મંત્રીશ્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષા મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિકરીઓના શિક્ષણ માટે કન્યા કેળવણીની શરૂઆત કરીને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી દીધો છે. આપણા બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા સરકાર કરે છે. વાલીઓએ પણ વિદ્યાર્થીઓની દરકાર લેવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજીના ૨૭ વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે ૩૭ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારોમાં આદર્શ નિવાસી શાળા,એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા જેવી સુવિધાઓથી સજ્જ શાળાઓ સરકારે બનાવી છે. આજે આ શાળાઓ ધોરણ-૧૦/૧૨માં સો ટકા પરિણામ લાવે છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનામાં રૂ.૮૦૧ કરોડ ખર્ચ કરે છે. આજે અહીં સ્થાનિક રોજગારી મળે તે માટે ગ્રીન જી.આઈ.ડી.સી. આવી રહી છે જેનાથી સ્થાનિકોને રોજગારી મળશે.

રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક રાજય મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ,આરોગ્યની ખૂબ ચિંતા કરી છે. આગામી દિવસોમાં નિઝરના લક્ષ્મીખેડા ખાતે આદર્શ નિવાસી શાળા રૂા.૫૧ કરોડના ખર્ચે ખાતમુહુર્ત થનાર છે. આપણે પણ સરકારશ્રીનો લાભ લઈએ.
પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશ કુમાર મૌર્યએ સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ ક્ષેત્રોમાં અમારા વિભાગ દ્વારા શિક્ષણના ક્ષેત્રે સમયસર ગુણવત્તાસભર સુવિધાઓ મળી રહે તે માટે અમો કટીબધ્ધ છીએ.
આજરોજ ઉચ્છલ તાલુકામાં કન્સ્ટ્રકશન ઓફ ન્યુ ગવર્નમેન્ટ આદર્શ નિવાસી શાળા(મિશ્ર) ,બોયઝ તથા ગર્લ્સ હોસ્ટેલ,ડાઈનીંગ હોલ એન્ડ સ્ટાફ કવાર્ટર,વર્ગ-૩/૪ એટ વડપાડાના બાંધકામ માટે રૂા.૫૧.૩૩ કરોડ અને માણેકપુર આતે કન્સ્ટ્રકશન ઓફ ન્યુ ગવર્નમેન્ટ બોયઝ હોસ્ટેલ બિલ્ડીંગ,કિચન એન્ડ ડાઈનીંગ હોલના બાંધકામ માટે રૂા.૧૮.૩૬ કરોડતેમજ ન્યુ ગવર્નમેન્ટ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગ,કિચન એન્ડ ડાઈનીંગ હોલના બાંધકામ માટે રૂા.૧૮.૩૬ કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી દેવ ચૌધરી,મા.મ.સ્ટેટ કાર્યપાલક ઈજનેરશ્રી એમ.એન.પટેલ, નવનિયુક્ત તાલુકા પ્રમુખ નિલેશભાઈ ઢોડિયા,ઉપપ્રમુખ તાયુબેન, વડપાડા સરપંચ આશાબેન,માણેકપુર સરપંચ બીપીનચંદ્ર,સૂરજભાઈ વસાવા,પૂર્વ મેયર જગદીશભાઈ ભલર,મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
