ડોલવણના અંધારવાડી દૂર ખાતે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ હેઠળ કેમ્પ સંપન્ન: ૫૪૨ ગ્રામજનોએ લીધો લાભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨ :- સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોના છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો હતો.
અંધારવાડી દૂર પ્રાથમિક શાળા ખાતે તા. ૨૧-૦૫-૨૦૨૬ ના રોજ યોજાયેલા આ કેમ્પમાં પલાસિયા, અંતાપૂર, કલમકુઇ, હરીપુરા, આમણિયા, પાટી અને પંચોલ ગ્રામ પંચાયતના તમામ સમાવિષ્ટ ગામોના નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કુલ ૫૪૨ નાગરિકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં સૌથી વધુ ૧૦૧ નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી જરૂરી દવાઓનું સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું.
વિવિધ સરકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને સ્થળ પર જ ૦૭ અરજીઓનો નિકાલ કરીને લાભાર્થીને નવા આધાર કાર્ડ તેમજ આધાર અપડેટ કરાયા હતા. આયુષ્માન ભારત કાર્ડ માટે ૦૩, પી.એમ. કિસાન સન્માન નિધિ માટે ૦૬, રેશનકાર્ડ સંબંધિત ૦૩, જાતિના પ્રમાણપત્રો માટે ૦૨ અને વીજળીકરણ માટે ૦૧ અરજીનો હકારાત્મક નિકાલ કરાયો હતો.
પોષણ સુધા યોજના હેઠળ બાળકો અને માતાઓ માટે પોષણ કીટ વિતરણ અને આંગણવાડી નોંધણી અંતર્ગત ૦૭ લાભાર્થીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. તેમજ સિકલ સેલ ટેસ્ટિંગ અંતર્ગત ૦૯ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
00000)
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
