તા. ૨૦મી મે ના રોજ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં નિર્ધારિત સ્થળોએ વિશેષ કેમ્પ યોજાશે

0
2e562704-2199-4576-a534-7e1cf8594c9a
Contact News Publisher

આધારકાર્ડ, આયુષ્માન ભારત, ઉજ્જવલા અને પેન્શન યોજનાઓ સહિત અનેકવિધ સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાશે

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૯ :- ભારત સરકાર દ્વારા કાર્યરત ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અને ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી તા. ૨૫ મે, ૨૦૨૬ દરમિયાન વિશેષ કેમ્પો યોજાશે.

સંબંધિત વિભાગો સાથેના સંકલન દ્વારા જનભાગીદારી અભિયાન (સબસે દૂર સબસે પહેલે) ના અસરકારક આયોજન અને વધુમાં વધુ જનસહભાગિતા સુનિશ્ચિત થાય તે માટે સમાવિષ્ટ ગામોના આદિવાસી સમુદાય તથા આદિમજૂથ લાભાર્થીઓને પોતાના ગામમાં જ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

આ કેમ્પોમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, ડોમીસાઈલ સર્ટિફિકેટ, IGNOAPS, Widow પેન્શન યોજના, દિવ્યાંગ પેન્શન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત કાર્ડ, પીએમ માતૃવંદના યોજના, મિશન ઇન્દ્રધનુષ, ટીબી મુક્ત ભારત, સીકલ સેલ નાબૂદી, પોષણ સંબંધિત યોજનાઓનો લાભ, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન, પીએમ જનધન યોજના, મુદ્રા યોજના, પીએમ વિશ્વકર્મા યોજના સહિતની યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ અભિયાનને અનુલક્ષીને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા. ૨૦.૦૫.૨૦૨૬ ના રોજ યોજાનારા કેમ્પોની વાત કરીએ તો,

વ્યારા તાલુકાનો કેમ્પ ખુશાલ પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં ખુશાલપુરા, માયપુર, કોહલી, લોટરવા, ભાનાવાડી, બોરખડી, ટીચકપુરા, પનિયારી, ભાટપુર, અંધારવાડીનજીક, પાનવાડી, ચીખલદા, સુરૈયા, કાનપુરા, મદાવ, મુસા, જેતવાડી, વાઘઝરી ગામોને આવરી લેવાશે.

વાલોડ તાલુકામાં કલમકુઈ પ્રાથમિક શાળા ખાતે બેડકુવા, ધામોદલા, કહેર અને કલમકુઈ ગ્રામ પંચાયત હેઠળ સમાવિષ્ટ ગામોને આવરી લેવાશે.

ડોલવણ તાલુકાનો કેમ્પ ધંતૂરી પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં ધંતૂરી, રેંગણ કચ્છ, પાલાવાડી, મંગળીયા, ધામણદેવી, ગારવણ, ચાકધરા ગ્રામ પંચાયતના તમામ સમાવિષ્ટ ગામોને આવરી લેવાશે.

સોનગઢ તાલુકાના મોઘવાણ ગ્રામ પંચાયત ખાતે પ્રાથમિક શાળામાં યોજાનારા કેમ્પમાં મોગવાણ, મૈયાલી, કાળાઘાટ, મોટા સાતકાશી, મોટા બંધારપાડા, ગતાડી અને ઘોડતીચના ગામોને આવરી લેવાશે.

ઉકાઈ તાલુકાનો કેમ્પ સિંગપુર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં બોરીસાવર, વેકુર, જમાપુર, વડદા પ્ર ભેસરોટ, વાધનેરા, નાની ખેરવાણ, વાડી ભેંસરોટ, વાધનેરા, સિંગલખાંચ, પાથરડા, ભુરીવેલ, ભિમપુરા, વાગદા, ઘોડા, સિલેટવેલ ગામોને આવરી લેવાશે.

ઉચ્છલ તાલુકાનો કેમ્પ પાટીબંધારા પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં પાટીબંધારા, મોહપાડા અને મોગરાણ ગામોના લાભાર્થીઓને આવરી લેવાશે.

કુકરમુંડા તાલુકાનો કેમ્પ પ્રાથમિક શાળા ચોખીઆમલી ખાતે યોજાશે. જેમાં ઇટવાઈ, ઉમજા, ઝીરીબેટા, ડાબરીઆંબા, ચોખીઆમલીના ગામોને આવરી લેવાશે. નિઝર તાલુકાનો કેમ્પ રાયગઢ પ્રાથમિક શાળા ખાતે યોજાશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other