“Yoga for Healthy Ageing” ના સંદેશ સાથે 181 મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ તાપી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 181 મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ તાપી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષના “Yoga for Healthy Ageing” ના સંદેશને ધ્યાનમાં રાખી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન 181 મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનના ટીમના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. યોગ સેશન દરમિયાન વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યોગ દ્વારા જીવનમાં શિસ્ત, સકારાત્મક વિચારસરણી અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે 181 મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનની સેવાઓ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓને મુશ્કેલીના સમયમાં સહાય, માર્ગદર્શન અને સુરક્ષા પૂરી પાડે છે, જ્યારે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન બાળકોના અધિકારો અને સુરક્ષા માટે સતત કાર્યરત છે.
આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય, જાગૃતિ, સુરક્ષા અને સેવા ભાવનાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
