એચ.એચ.સી.નું માંગરોળ કેન્દ્રનું ૮૭.૭૦ ટકા પરિણામ : સફવાન પાંડોરે બોઇઝ સ્કૂલમાં પ્રથમ,જયારે ગર્લ્સ સ્કૂલમાં ઝેબા મંગેરા પ્રથમ
Contact News Publisher


ગત માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી એચ.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : જેમાં માંગરોળ કેન્દ્રનું ૮૭.૭૦ ટકા પરિણામ આવ્યું છે, જેમાં એસ.પી.એમ. બોઇઝનું પરિણામ ૮૬.૩૨ ટકા આવ્યું છે, સફવાન મોહમદ પાંડોરે ૮૬.૭૧ ટકા સાથે શાળામાં પ્રથમક્રમ, મોહમદઅબરાર શેખે ૮૧.૭૧ ટકા સાથે બીજોક્રમ, જયારે એસ.પી.એમ.ગર્લ્સ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે, જેમાં ઝેબા અકબર મંગેરા ૮૭.૭૧ ટકા સાથે શાળામાં પ્રથમક્રમેં,કૃપા સતીષભાઈ કટારીયાએ ૮૭.૧૪ ટકા સાથે બીજોક્રમ પ્રાપ્ત કર્યો છે.બને શાળાનાં આચાર્યા, સ્ટાફ પરિવાર, ટ્રસ્ટનાં પ્રમુખ શબ્બીરભાઈ ઘીવાલા, મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલ પટેલ તથા ટ્રસ્ટનાં સદસ્યોએ ઉપરોક્ત વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
