આવતીકાલે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ઉચ્છલમાં ‘ઉદ્યોગ કૌશલ્ય સેમીનાર’ યોજાશે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01. :- સ્થાનિક યુવાનો અને ઉદ્યોગ સાહસિકોમાં કૌશલ્ય વર્ધન અને સ્વદેશી ભાવના જાગૃત કરવાના ઉમદા આશય સાથે ગુજરાત સરકારની સંસ્થા ‘ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ’ દ્વારા તાપી જિલ્લાના ઉચ્છલના સુમુલ ડેરી ચિલિંગ સેન્ટરના ઓડિટોરીયમ હોલ ખાતે સોમવારે સવારે ૧૦.૦૦ કલાકે ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વિશેષ ‘ઉદ્યોગ કૌશલ્ય સેમીનાર’ યોજાશે.
“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના સૂત્ર સાથે યોજાનાર આ સેમીનારમાં ઉદ્યોગ ક્ષેત્રે રહેલી નવી તકો, સરકારી યોજનાઓ અને કૌશલ્ય વિકાસ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
