કાકરાપાર, વ્યારા, વાલોડ, સોનગઢ તેમજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ ૧૨ ગુનામાં સંડોવાયેલ રીઢા ઘરફોડ ચોરને પકડી પાડી બાર અનડિટેકટ ગુનાઓ શોધી કાઢતી એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોડ તાપી

0
કાકરાપાર, વ્યારા, વાલોડ, સોનગઢ તેમજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ ૧૨ ગુનામાં સંડોવાયેલ રીઢા ઘરફોડ ચોરને પકડી પાડી બાર અનડિટેકટ ગુનાઓ શોધી કાઢતી એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. તાપી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પાછલા ટુંક સમયના ગાળામાં ઘરફોડ ચોરીના અલગ અલગ અનડીટેક્ટ ગુનાઓ દાખલ થયેલ હતા. જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી જે.એન. દેસાઇ, પોલીસ અધિક્ષકશ્રી, તાપી તેમજ શ્રી પી.જી. નરવાડે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારાની સુચના આધારે શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી તેમજ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. શાખા/ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોએ પોતપોતાના ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સ મારફતે અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકભાઇ સ્ટીવશનભાઈને સંયુકત રીતે ખાનગી રાહે મળેલ બાતમી આધારે બેડકુવાદુર ગામે ઘાણી ફળીયા ખાતેથી આરોપી કલ્પેશભાઇ લાલજીભાઇ ગામીત રહે.બેડકુવા દુર ઘાણી ફળીયું તા.વ્યારા જી.તાપીને તેના રહેણાંક ઘરેથી પકડી પાડી તેની પાસેથી મળી આવેલ સોનાચાંદિના દાગીના તથા મોબાઇલ ફોન બાબતે પુછપરછ કરતા ચોરી કરેલ હોવાનું જણાવતો હોય, આરોપીને યુક્તિ પ્રયુકતિથી વધુ પુછપરછ કરતા આરોપીએ કાકરાપાર, વ્યારા, સોનગઢ તાલુકાના અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. આરોપીના કબજામાંથી મળી આવેલ સોના/ચાંદિના ઘરેણાઓ જે પૈકી સોનાના ઘરેણા, કુલ વજન, ૬૧.૫૦ ગ્રામ કિ.રૂ.૬,૦૩,૬૩૦/-, તથા ચાંદિના ઘરેણા, કુલ વજન ૯૦૦.૪૭ ગ્રામ કિ.રૂ. ૧,૫૪,૫૦૫/- મળી કુલ્લે રૂ. ૭,૫૮,૧૩૫/-ની મત્તાના સોનાચાંદિના ઘરેણા, ગુનામાં વાપરેલ મોટર સાયકલ નંગ-૦૨, કિં.રૂ. ૬૫,૦૦૦/-, આરોપીઓની અંગઝડતી દરમ્યાન મળેલ મોબાઇલ નંગ-૦૩, કિં.રૂ. ૩૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૫૧,૪૦૦/-મળી કુલ્લે રૂ. ૯,૦૪,૫૩૫/- નો મુદ્દામાલ સાથે તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) કલ્પેશભાઇ લાલજીભાઇ ગામીત, ઉ.વ.૨૮ રહે.બેડકુવા દુર, ઘાણી ફળીયું, તા.વ્યારા જી.તાપી

આરોપીના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ :-

(૧) ચોરીના સોના/ચાંદિના ઘરેણાઓ જે પૈકી સોનાના ઘરેણા, કુલ વજન, ૬૧.૫૦ ગ્રામ કિ.રૂા ૬,૦૩,૬૩૦/-, તથા ચાંદિના ઘરેણા, કુલ વજન ૯૦૦.૪૭ ગ્રામ કિ.રૂા ૧,૫૪,૫૦૫/- મળી કુલ્લે રૂ! ૭,૫૮,૧૩૫/-ની મત્તાના ઘરેણા, (૨) રોકડા રૂ! ૫૧,૪૦૦/-, (૩) ચોરીના બે મોબાઇલ સહિત કુલ મોબાઇલ નંગ- ૦૩, કિ.રૂ! ૩૦,૦૦૦/-, (૪) KTM ડયુક મોટર સાયકલ કિ.રૂા ૫૦,૦૦૦/-, (૫) હીરો હોન્ડ સ્પલેન્ડર મોટર સાયકલ કિ.રૂા ૧૫,૦૦૦/-મળી કુલ્લે રૂા ૯,૦૪,૫૩૫/- નો મુદ્દામાલ

ગુના અંગે એમ.ઓ. :-

આરોપી પોતે એકલો જ દિવસ/રાત્રી દરમ્યાન મોટર સાયકલનો ઉપયોગ કરી રેકી કરી બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાનો.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

(૧) માંડવી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૩૨૨૧૦૫૦૦/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી., તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી, પો.સ.ઈ.શ્રી, કે.આર. પટેલ એલ.સી.બી. તાપી અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, તાપી ટીમના (૧) એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, (૨) એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, (૩) પો.કો. રોનક સ્ટીવન્સન, (૪) હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, (૫) અ.હે.કો. અનિરૂધ્ધસીંહ દેવસીંહ, (૬) પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, (૭) અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના (૮) એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, (૯) હે.કો. હરપાલસિંહ અભેસિંહ, (૧૦) પો.કો. બ્રીજરાજસીંહ રસીકસિંહ, (૧૧) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, (૧૨) હે.કો. તેજસ તુલસીરાવ, (૧૩) વુ.પો.કો. સેજલબેન ચીથરભાઇ, પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, વ્યારા પો.સ્ટે., પો.ઇન્સ.શ્રી એમ.એમ. ગીલાતર, વાલોડ પો.સ્ટે., પો.ઇન્સ.શ્રી ડી.વી. ઢોલા સોનગઢ પો.સ્ટે., પો.ઇન્સ.શ્રી વી.કે. પટેલ, કાકરાપાર પો.સ્ટે. દ્વારા કામગીરી કરાઈ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other