તાપી જિલ્લાની મુલાકાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
વાલોડના નાલોઠા ખાતે રૂ. 51.35 કરોડના ખર્ચે નિર્માણ થનાર ‘આદર્શ નિવાસી શાળા’ (મિશ્ર) ના બાંધકામનું ખાતમુહૂર્ત
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.27. :- રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વાલોડ તાલુકાના નાલોઠા ખાતે તા. 1 માર્ચ, 2026, સવારે 10:00 કલાકે વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની આધુનિક અને સુવિધાજનક સુવિધાઓ મળી રહે તે હેતુથી રૂ. 51.35 કરોડના ખર્ચે નિર્માણ થનાર ‘આદર્શ નિવાસી શાળા’ (મિશ્ર) ના બાંધકામનું ખાતમુહૂર્ત કરશે.
આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ ઉપરાંત, સાંસદશ્રી પરભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી મોહનભાઈ કોંકણી, શ્રી કુંવરજીભાઈ હળપતિ, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વર્ષાબેન રાઠોડ, નાલોઠા સરપંચશ્રી વિજયભાઈ ચૌધરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
