સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનનાં ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૩/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી બાબતે માહીતી મેળવવા તજવીજ હાથ ધરેલ દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇને મળેલ સંયુકત બાતમી આધારે મોજે- તહારાબાદ તા.જાયખેડા જી.નાસીક મહારાષ્ટ્ર રાજય ખાતેથી સોનગઢ પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- નિવ્રુતિ ઉર્ફે આર.એસ. ભીખાજી સોનવણે ઉ.વ.૪૩ રહે.તહારાબાદ તા.જાયખેડા જી.નાસીક મહારાષ્ટ્રને તા.૨૩/૦૨/૨૦૨૬ ના રોજ પકડી પાપાડીકાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાકાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *