પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બુહારી ખાતે મફત ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી ક્લબ ઓફ વ્યારા અને રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા. તાપી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ, નવસારીના સંયુક્ત ઉપક્રમે અને સ્વ. ઈન્દુમતીબેન શાહ – રોચેસ્ટર, ન્યુયોર્ક (USA) ના સૌજન્યથી તા. 24-2-26 ને મંગળવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બુહારી ખાતે વિના મૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સ્પોન્સર તરફે રમેશભાઈ અને જ્યોતિબેન પટેલ ખાસ USA થી ઉપસ્થિત રહ્યા હતા.
આંખની તપાસ માટે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના ડૉક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટ ની ટીમ હાજર રહી હતી. સવારે 9.00 થી બપોરે 1.00 કલાક સુધી વિવિધ પ્રકારે ઝીણવટભરી આંખની તપાસ કરી લાભાર્થીઓને નજીકના અને દૂરની દ્રષ્ટી સમસ્યાઓ નજીકના ચશ્મા અને આંખમાં નાંખવાના ટીપાં આપવામાં આવ્યા. કેમ્પમાં કુલ 180 લાભાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 80 લાભાર્થીઓને દૂરના – નજીકના ચશ્મા આપવામાં આવ્યા અને 8 લાભાર્થીઓને વધુ તપાસ માટે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિફર કરવામાં આવ્યા છે. 42+1 (કુલ્લે 71 – બન્ને આંખોમાં મોતીયા ની અસરવાળા 29 ગણતરી કરતા) લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનનું નિદાન કરવામાં આવ્યું અને લાભાર્થીઓને તા. 6-3-26 ને શુક્રવારે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીનું વાહન આવી લઈ જશે. દરેક લાભાર્થીને એમના એક અંગત વ્યક્તિ સાથે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ મુકામે ઓપરેશન – રહેવા – ભોજનની વિના મૂલ્યે સેવા આપવામાં આવશે. કેમ્પમાં આવેલ રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટની ટીમ અને સ્વયંસેવકો માટે નાસ્તાની અને જમવાની વ્યવસ્થા રોટરી ક્લબ વ્યારા તરફથી કરવામાં આવી હતી. કેમ્પના આયોજન માટે રોટરી ક્લબ વ્યારાના સિનિયર રોટેરિયન રાજેશ શેઠે ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે PHCના ડૉ. તરલીકા ચૌધરી, ડૉ. નેહા સરવૈયા, શૈલેષ ચૌધરી, પરિમલ ચૌધરી, હેમંત ચૌધરી તથા તાલુકા સુપરવાઈઝર અનીલ પટેલ સહયોગી સ્ટાફની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. રોટરી વ્યારા તરફે પ્રોજેકટ ચેર – રાજેશ શેઠ, સમીર વાણી, કમલ ભાવસાર, નીલેને ગૌરાંગ દેસાઈ ઉપસ્થીત રહ્યા હતા. આવનારા મહિનાઓમાં રોટરી વ્યારા ટીમ વેડછી મુકામે આવા કેમ્પ કરવાનું આયોજન કર્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
