ઓલપાડનાં કાંઠા વિસ્તાર સ્થિત તેનાનીરાંગ પ્રાથમિક શાળાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ, શ્રેષ્ઠ શાળા સન્માન, રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લેનાર બાળકોને સહાય તથા નિવૃત્ત શિક્ષક સન્માન અંગેનો વિશેષ કાર્યક્રમ ઓલપાડ તાલુકાનાં અણીતા ગામ સ્થિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ, વિદ્યાદીપ કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો હતો.

જિલ્લા કક્ષાના કાર્યક્રમ આ કાર્યક્રમમાં સને 2025/26 દરમિયાન પ઼વેશોત્સવ, ગુણોત્સવ, વિજ્ઞાનમેળો, પ્રાર્થના સંમેલન, બાહ્ય પરીક્ષા ભાગીદારી, સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓની હાજરી, શાળાની ભૌતિક સુવિધાઓ જેવાં માપદંડોનાં સર્વેનાં આધારે ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત તેનાનીરાંગ પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરી અત્રે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર તથા રૂપિયા 70,000 ની રોકડ રકમનો ચેક પ્રોત્સાહક ઇનામરૂપે અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય જયેશભાઈ પટેલે સદર સન્માન સહર્ષ સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો.

શાળાની આ ઉપલબ્ધિ બદલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીજનો સહિત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *