ટેમ્પોમાં કાંદાની ગુણ/બોરીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂનાં જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20260223-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી./જુગાર ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “એક સફેદ કલરનો ટાટા કંપનીનો ટેમ્પો જેનો નં.- MH-18-BG-3063 નીમાં કાંદાની ભરેલ ગુણોની આડમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી નવાપુર મહારાષ્ટ્ર તરફથી સોનગઢ હાઇવે થઇ વ્યારા તરફ આવે છે” જે બાતમી આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ ઉપર આવી બેરીકેટની આડાશ કરી સોનગઢ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. દરમ્યાન સોનગઢ તરફથી બાતમી હકિકતવાળો ટેમ્પો આવતા તેને આયોજન પુર્વક બેરીકેટની આડાશથી રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ઉભો રખાવી ટાટા ટેમ્પો જોતા બોડીના ઉપરના ભાગે કાંદા ભરેલ ગુણો મુકેલ હોય તેમજ તેના નીચેના ભાગે ખાખી પુઠ્ઠાના બોક્ષમાં બીયર ટીન ભરેલ હોય આરોપી- મચ્છીદ્ર બાલુભાઇ ચવ્હાણ ઉ.વ.૪૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.બેલદાર વાડી ગામ—હડસુની તા.જી.ધુલીયા મહારાષ્ટ્રનાનો પોતાના કબ્જાનો સફેદ કલરનો ટાટા કંપનીનો ટેમ્પો નં.-MH-18-BG-3063 જેની આશરે કિં. રૂ.૧૦,૦૦,૦૦૦/- માં એક આશરે ૨૦ કિલોની કાંદાની કુલ્લે ગુણ/બોરી ૧૭૦ ની આડમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના બીયર ટીનના બોક્ષ નંગ-૨૧૨ ટીન નંગ-૫૦૮૮ જેની કુલ કિં.રૂ.૧૧,૧૯,૩૬૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા, મોબાઇલ નંગ-૦૧, આશરે કિં.રૂ. ૫૦૦૦/-, કાંદાની કુલ્લે ગુણ/બોરી ૧૭૦ મળી કુલ્લે રૂ. ૨૧,૨૪,૩૬૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-

(૧) મચ્છીદ્ર બાલુભાઇ ચવ્હાણ ઉ.વ.૪૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.બેલદાર વાડી ગામ—હડસુની તા.જી.ધુલીયા મહારાષ્ટ્ર

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇગ્લીશદારૂના બીયર ટીનના બોક્ષ નંગ-૨૧૨ ટીન નંગ-૫૦૮૮ જેની કુલ કિં.રૂ. ૧૧,૧૯,૩૬૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-

(૩) ટાટા કંપનીનો ટેમ્પો રૂ.૧૦,૦૦,૦૦૦/- કુલ્લે રૂ! ૨૧,૨૪,૩૬૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઇ, એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, પો.કો. રોનક સ્ટીવન્શન, પો.કો. અરૂણભાઇ જાલમસિંહ, ડ્રા.પો.કો. સુનીલભાઈ ખુશાલભાઇએ કામગીરી કરેલ છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other