ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ બેંક ઓફ બરોડાની મુલાકાતે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત તળાદ વિભાગ માધ્યમિક શાળા , તળાદમાં ધોરણ 11 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે તળાદ ગામમાં જ આવેલ બેંક ઓફ બરોડાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત ટાણે બેંકનાં મેનેજર સૌરભભાઈ ગુપ્તા અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને બેંક વિષયક માહિતી તેમજ વિવિધ ફોર્મ ભરવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં શિક્ષકગણ શૈલેષભાઈ પટેલ, રઘુવીરભાઈ ચાવડા, ચિલ્કાબેન પટેલ તેમજ આસેફાબીબી પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય જયેશભાઈ પટેલે ઉચ્ચતર માધ્યમિક વિભાગની આ સમગ્ર ટીમને આવા નવીન કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *