તાપી જિલ્લામાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતી માટે ‘યુથ એસેમ્બલી ૨૦૨૫-૨૬’નું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16 :- ગુજરાતના યુવા વર્ગમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય અને તેઓ ચૂંટણી પ્રક્રિયા તથા રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય બને તે હેતુથી ગાંધીનગરના ‘કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ’ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં ૧૫ થી ૨૯ વર્ષની વયના યુવક-યુવતીઓ માટે ખાસ સ્પર્ધાત્મક ‘યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬’ યોજાશે.

તાપી જિલ્લાના રસ ધરાવતા ઉમેદવારો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તે માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. આ સ્પર્ધા યુવાનોને પોતાની નેતૃત્વ શક્તિ પ્રદર્શિત કરવાની અને લોકશાહી શાસન વ્યવસ્થાને નજીકથી સમજવાની સુવર્ણ તક પૂરી પાડશે. રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોને આવરી લેતા આ કાર્યક્રમ દ્વારા યુવાનોને સંસદીય કાર્યપ્રણાલી અને ચૂંટણી વ્યવસ્થાની પ્રત્યક્ષ માહિતી પૂરી પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ જિલ્લા સેવા સદન, પાનવાડી ખાતે આવેલી ‘જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી’ (બ્લોક નં. ૬, પ્રથમ માળ) પરથી પ્રવેશપત્ર મેળવી લેવાનું રહેશે. ભરેલા પ્રવેશપત્રો આગામી તા. ૨૩/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તાપી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *